ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

શાળાનો ઇતિહાસ


પ્રાથમિક શાળા મુજકુવા ની સ્થાપના તારીખ ૧/૯/૧૯૦૯ ના રોજ કરવામાં આવી .સૌપ્રથમ શાળાની શરૂઆત મુજકુવા ગામમાં આવેલ કામનાથ મહાદેવ ના મંદિરે કરવામાં આવી .શાળામાં ધોરણ ૧ માં સૌ પ્રથમ દાખલ વિદ્યાર્થીનું નામ ચતુરભાઈ અભાભાઈ પગી તેમની જાતિ હિંદુ ધારાડાહતીઅને પ્રથમ વિદ્યાર્થી ધોરણ ત્રણ માં રામાભાઈ રઘનાથ રૂપા પગી હતું .શાળાની શરૂઆત સમયે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૮ હતી અને ૧ થી ૪ ની શાળા હતી ,હાલમાં અમારી શાળામાં ધોરણ ૧ થી ૮ ચાલે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ૪૯૨ ની છે .સૌ પ્રથમ શાળાના મુ.શિક્ષક શ્રી અંબાલાલ રણછોડ દાસ હતા.
મુજકુવા ગામની સીમનો સર્વે નંબર ૩૪૧ નો મહાવદી એકમને સોમવાર તા:૨૭/૨/૧૯૫૬ ના રોજ બક્ષીસ લેખ ,ખેડા જીલ્લા પંચાયત ને લખી આપનાર ગામ :દાવોલ .તા:બોરસદ ,જી:ખેડા ના પટેલ કિશોરભાઈ શંકરભાઈ ૧ એકર જમીન (ઉગમણે નંબર પૈકીની જમીન ,આથમણે-રાજમાર્ગ ,ઉત્તરે નંબર પૈકીની જમીન દક્ષીણે નંબરમાં જવાનો માર્ગ )
શાળાનું મકાન બાંધકામ નો કોન્ટ્રકાટ તા:૧૭/૨/૧૯૫૮ ના રોજ મુજકુવા ગ્રા.પંચાયત ના સરપંચ શ્રી ભીખાભાઈ બાવાભાઈ પઢીયારે લીધેલ .
તા:૩૦/૪/૧૯૫૯ ના રોજ શાળાની જમીનની ચારે તરફ થોરની વાડ કરવાનો કોન્ટ્રાક્ટ ભીખાભાઈ મથુરભાઈ તથા પુજાભાઈ ભઈજીભાઈ તથા મોતીભાઈ નાનાભાઈ એ લીધેલ અને ૩૫ રુપિયા ના ખર્ચે બનાવેલ.
તા;૨૮/૫/૧૯૫૮ ના રોજ શાળાના ૪ ઓરડાનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું .
સને :૧૯૫૮ માં પ્રથમ ૪ –ઓરડા ,૧૯૬૨માંબીજા -૨ ઓરડા નળિયા વાળા ,૧૯૮૫માં સ્લેબવાળો ઓરડો -૧ ,૧૯૯૦ માં સિમેન્ટના પતરાઓ વાળો ઓરડો ,૨૦૦૧ માં સિન્ટેક્ષના ત્રણ ઓરડા ,૨૦૦૭ માં અષ્ટકોણ ઓરડો એક,૨૦૧૦ માં ધોરણ ૮ નો એક ઓરડો ,૨૦૧૨ માં બે માળનો ઓરડો એક .
તે પીવાના પાણી માટે આરો પ્લાન્ટ (બેંક ઓફ બરોડા )ધ્વારા મળેલ છે .,સેનિટેશન ,મધ્યાહ્ન ભોજન શેડ ,ભૂગર્ભ જળ ટોકી ,કમ્પાઉંડ વોલ રમતનું મેદાન વગેરે ની વ્યવસ્થા છે.
હાલ શાળાના મુખ્ય શિક્ષક તરીકે શ્રી કનુભાઈ રણછોડભાઈ પઢીયાર ફરજ બજાવે છે .હાલ ના મુખ્ય શિક્ષક સાથે કુલ ૨૩ મુખ્ય શિક્ષકો ફરજ બજાવી ચુક્યા છે .
૨૨/૭/૨૦૧૩ થી આણંદ જીલ્લા પંચાયત હસ્તક સરકારી અંગ્રેજી માધ્યમની નવી શાળાની શરૂઆત ધોરણ ૬ થી કરવામાં આવી.