તારીખઃ-૦૧-૦૮-૨૦૧૪
પ્રતિશ્રી,
બી.આરસી.કો.ઓર્ડીનેટર
તમામ
આણંદ જીલ્લો
વિષયઃ-
તાઃ-૬-૦૮-૨૦૧૪ના રોજ વિકલાંગ બાળકોમાટે સર્ટીફીકેટ કેમ્પ બાબત.
ઉપરોક્ત વિષય અન્વયે માનનીય શ્રી જિલ્લા
પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એન.જી.વ્યાસ સાહેબની
સુચના છે કે તમામ તાલુકાના બી.આર.પી./આઈ.ઈ.ડી. અને આર.ટી. દ્વારા જે વિકલાંગ બાળકોને ડોક્ટરી
સર્ટી ના હોય તેને નીચે મુજબના પુરાવા સાથે સીવીલ હોસ્પિટલ પેટલાદ ખાતે તા- ૦૬-૦૮-૨૦૧૪ને બુધવારના રોજ સવારના ૮ થી ૧૨ વાગ્યા દરમ્યાન
ચેક કરી સર્ટી આપવામાં આવનાર છે તો તે અંગે શાળાઓને વધુમાં વધુ જાણ કરી બાળક અને
તેના વાલી પુરાવાસાથે હાજર રહે તે પ્રમાણે આયોજન કરવુ.
(૧) પાસપોર્ટ સાઈજના ફોટા – ૨ નંગ
(૨) રેશનકાર્ડ અસલ અને ઝેરોક્ષકોપી
(૩) ચુટણી કાર્ડની ઝેરોક્ષ
આ બાબતે વધુમાં વધુ પ્રચાર- પ્રસાર કરી વધુ
બાળકો લાભ લે તે બાબતે આયોજન કરવું.