આ એક અંધ વ્યક્તિ છે.અને અમારી શાળામાં તેમણે પોતાના જીવનમાં ૧૦૦%અંધ હોવા છતાં સંગીત વિસારદની પદવી મેળવી અને પોતાની બ્રેઇલ લીપી વિશે બાળકોને સુંદર માહિતી આપી ,અંધ વ્યક્તિ કેવીરીતે જુદા જુદા રંગો ને કેવી રીતે ઓળખે છે ,તે એક સાધન વડે બાળકોને બતાવ્યું .
અંધ વ્યક્તિ દ્વારા ગવાયેલ કન્યાઓ માટેનું ગીત
ઓરે ભગવાન તારો કેવો અન્યાય
ઓરે માનવ તારો કેવો અન્યાય
દીકરી જન્મે ત્યારે પથ્થર સમાન ,
દીકરો જન્મે ત્યારે પેડા વહેચાય
પાંચ વરસની દીકરી થાય ,ઘરના કામકાજ કરતી થાય
પાંચ વરસનો દીકરો થાય ,પેન-પાટી લય ભણવા જાય ,
સોળ વરસની દીકરી થાય
પપ્પા મમ્મીને ચિંતા થાય
સોળ વરસનો દીકરો થાય ,
ભાગોળે ભટકાવા જાય
વીસ વરસની દીકરી થાય
પારકા ઘર સંભાળતી થાય
મીરલબેન મનુભાઈ પ્રજાપતિ
પોતાની ભાષામાં નન્હા મુન્ના રાહી..........ગીત રજુ કરતો વિદ્યાર્થી
ગોહેલ રવિકુમાર ગોરધનભાઈ